Palak in hindi is Eyelashes and also an blink of an eye, This is what defines the word but, talking of Palak, the individual.
It speaks volumes of courage, love and unadulterated determination & girl who is not only vivacious and cheesy but equally firm and fastidious.
A long held dream takes shape in the form of "I TOO CAN FLY !" read on to share her journey...
શિયાળા ની સુંદર સાંજ હોય,
મંદ મંદ મુસ્કુરાતી ઠંડી હોય,
હાથ માં ચા નો કપ હોય,
અને સાથે i too can fly ની પુસ્તક હોય
તો ઝીંદગી તને Thank You.
મારા હાથ પગ નું હલનચલન નથી
તો શું થયું,
મારે એક પણ મિત્રો નથી તો શું થયું,
પણ પુસ્તક લખવાનો વિચાર ઉદ્દભવ્યો મને
એટલે
ઝીંદગી તને Thank You.
મારા માતા -પિતા,
મારી બહેનો સરગમ અને ઓજસ્વી,
મારા દાદા-દાદી,નાના-નાની
મારી રોનક માસી,બુલબુલ માસી,કલ્પેશ માસા
જેવા પરિવાર માં મારો જન્મ થયો
એટલે
જિંદગી તને Thank You
જ્યારે મારા જેવા બાળક ને
કંઈક કરવાની ધગશ હોય,
મન માં વિચારો નું અસમંજસ હોય,
એને પણ રમવુ ,દોડવું,હોય અને કદાચ ના થાય,
તો ધૂતકારશો નહિં
પાંખો આપી શકો તો આપજો
તો
એ પણ કહેશે
I TOO CAN FLY
વાહ...જિંદગી તને Thank You
બુલબુલ પંડિત લિખિત
© I TOO CAN FLY ! All rights reserved | Powered by Baroda Web Solution